Let's PLAY HOLI.
painter pavanraj
Wednesday, March 23, 2016
Tuesday, March 8, 2016
Women day special
અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં …
આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી? પુત્રને કેવી શિખામણ આપતી ? નારી ધર્મ કેવો હતો ? એ આ છંદની અંદર આપણે સાંભળીએ …
કે હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્ કાળે સંકટ સહયા
એ રાણી અને વળી પુત્રને ત્યાગ, આંખેથી આંસું ના વહયા
પતિ કાજે પરિતાપ સહેતી
એ હરખીને હુલ્લાસમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
રઘુકુળ ભૂષણ રામનું ,
ગાદી તણું મૂહર્ત હશે
પિતા વચનને પાળવા
ઈ તો વિકટ વનમાં જઈ વશે ..
ત્યાગી સુખો વૈભવ તણા
એ સીતા હતા સહવાસમાં
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
સુરભી તણી સેવા કરી
જેણે યોગનું સાધન કર્યું
વેદાંતને ઉપનિષદમાંથી
ગીતાનું સર્જન કર્યું …
એ દેવકીજી, શ્રીકૃષ્ણને
એ ભલે જન્મ દે કારાવાસમાં ..
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
ધન્યકુખ જીજા બાઈને
તેથી શિવાજી પાક્યો હતો
તલવાર કેરી ધાર પર
હિંદુ ધરમ રાખ્યો હતો ..
એ પુત્રને પડકાર કરતી
કે મરજે સમર મેદાનમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
અરવલ્લી આટ કી એ શાહની સામે થયો
ચિત્તોડગઢથી છૂટતો રાણો રજડતો થઇ ગયો
રાણી અને વળી રાજકુંવરો
એ વસ્યા જઈ વનવાસમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
મતિ ભ્રષ્ટ થઈને માનવી
એક દિ મોણીએ આવ્યો હતો
તે દી નેણ હસ્તે
નાગમાએ ખૂબ સમજાવ્યો હતો ..
પછી સિંહણ કાજે, સિંહણ થઈને
સિંહણ હથ્થુ ..
એને ગ્રહયો એક જ ગ્રાસમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
પ્રાચીન કાળમાં મર્યાદા કેવી હતી?
એક દિવસની વાત છે. જેતપૂરની વાત છે. સૌરાષ્ટ્રમાં જેતપુર ગામ છે.
ત્યાં, એભલવાળો કરીને રાજા હતો. હુતાસણીનો (હોળીનો) સમય હતો. બધા રંગે રમતા હતાં. એભલવાળાને પણ મશ્કરી કરવાનું મન થયું. પોતે રાણીવાસમાં ગયા. અને પાણીનો પ્યાલો મંગાવી અને મહારાણી ઉપર બે છાંટા પાણીના નાંખે છે.
એ સમયે ચાંપરાજવાળાની ઉમર છ મહિનાની હતી. અને મર્યાદા જાળવવા માટે ચાંપરાજવાળો ઘોડીયામાં સૂતો’તો અને બાળોતિયું મોઢા ઉપર ઓઢી ગયો. માતાજી કે’છે, અરે ! હં હં, આ મશ્કરી કરો છો ! મને ચાંપરાજ જુએ છે.
એ જ સમયે પોતે ચીભ કરડી, ત્યાંને ત્યાં પોતે મરણ પામ્યા. આવી મર્યાદા હતી. આવી જેની મા હોય ! તેની કુખેથી કેવા પુત્રો જન્મે ? એ આ દોહાની અંદર આવશે …
એભલ ગયો વિજ ઓઢળે
સિંહલ, ઉપહાસ્યત કર્યું
તે’ દી પોઢેલ ચાંપો પિંગલે એણે વસ્ત્ર
મુખ ઉપર ધર્યું ..
તે’ દી જોગમાયા જીભ કરડી
એ સિધાવી સ્વર્ગવાસમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
આ માતાની ઉદર, એવા પુરુષો પાકે, જે આભને ટેકો દે એવા ! આભને બીજો કોઈ ટેકો નથી. સત્યનો આધાર છે. સત્ય, શૂરવીરતા અને સતીત્વ આ ત્રણને આધારે, આ આકાશ ટકી રહયુ છે. આ પૃથ્વી ટકી રહી છે. એવો આભને ટેકો દયે એવો પુરુષ થયો… કોણ ?
એ જનેતાને ઉદર
નભ, થંભ, જશો ચાંપો થયો
મસ્તક ધર્યું મહાદેવને
અને ઢૂંઢ લઇ દળમાં ઘસ્યો ..
ભોળાનાથના ચરણમાં પોતાનું મસ્તક કાપીને મૂકી અને બાદશાહે ફોજ સામે લડાઈ કરે છે. માથા વગરનું ધળ લડતું – લડતું જેતપુરથી ૫૫ (પંચાવન) માઈલ , લાઠી સુધી લડતું ગયું.
એ જનેતાને ઉદર
નભ, થંભ, જશો ચાંપો થયો
આ મસ્તક ધર્યું મહાદેવને
અને ઢૂંઢ લઇ દળમાં ઘસ્યો ..
લડતું પડ્યું ધળ લાઠી એ
એ કાઠી ગયો કૈલાશમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
આસરા ધરમ કેવો હતો ? હિંદુ સંસ્કૃતિની અંદર આસરા ધરમનું ખૂબ મહત્વ અપાય છે. કેવા-કેવા કષ્ટ સહન કરવા છતાં પોતાનો ધરમ ચુક્યા નથી. એવા એક સગાળશા પણ છે. જેણે આંગણે આવેલ સાધુ માટે પોતાના કુંવરનું માથું વાઢી નાખ્યું હતું,
વેઢયો કુંવર નિજ વાણીયે
હાથે છતાં મુખળુ હશે
ઈ સગાળશાનું નામ સુણતા
રૂવાંડા ઊભા થશે ..
ચંગાવાતીએ શિર ખાંડયું
એ હરખીને હુલ્લાસમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
આવી જેની માતા હોય, એની કુખે જ એવા પુત્રો પાકે. જે ભારતની લાજ રાખે, ધરમનું રક્ષણ કરે. અને, અત્યારની જે હવા છે તે આપ સૌ જાણો છો.રોડ માથે ઊભી ઊભી ભેળપૂરી ખાતી હોય, તેમાંથી ચાંપરાજવાળો ન થાય. માટે કવિ અંતમાં કહે છે કે …હે ભગવાન ! હવે અમારા હામે જુઓ, અમારા પર કંઈક કૃપા કરો તો…! માતાઓ એવી ભારતને આપો, અહીં ભારતને અત્યારે જરૂર છે. કારણકે બાળકોમાં સંસ્કાર રેડવા એ માતાની ફરજ છે. માટે હે પરમાત્મા ! આ છેલ્લો યુગ છે. અને અમારી અરજી આપ સાંભળો એમ કવિ કહે છે…
એ અરજી અમારી સાંભળી
ભગવાન ભેળે આવજે
અરજી….
અમારી સાંભળી
ભગવાન ભેળે આવજે ..(૨)
આ દાદ બનાવે પુત્રને
એવી નારીઓ નીપજાવજે
કવિ કાન કહે, સુપુત્રો જન્મે
એમ ચાહું શ્વાસો શ્વાસમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં …
Monday, March 7, 2016
રવિવાર
રવિવાર
નમસ્કાર, આજે આપણે સપ્તાહ ના રવિવાર વિશે વાત કરીશું. રવિવાર એટલે આરામ નો દિવસ, આ દિવસ સંસાર ચક્ર માંથી મુક્તિ નો દિવસ. રવિવારે આખા અઠવાડિયા ની યાંત્રિક્તા માંથી નિરાંત નો શ્વાસ લેવાનો હોય છે. અઠવાડિયા ના બીજા દિવસો કરતા રવિવાર નું મહત્વ વધારે છે. કેટલાય લોકો રવિવાર ની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. રવિવાર માટે અગાઉ થી આયોજન થઈ જતાં હોય છે. ઘણીવાર લગ્ન પ્રસંગ નુ આયોજન પણ શનિ -રવિ મા થતું હોય છે. અરે ! ક્યારેક તો બે થી ત્રણ રવિવાર બૂક થઈ જતા હોય છે. નોકરિયાત પતિ -પત્નિ માટે તો રવિવાર એટલે કે જાણે ઈશ્વર નો વાર. કારણ કે, રવિવારે પોતના કુટુંબ સાથે હળવાં -મળવાનો સમય મળે છે. બાળકોની વ્યવસ્થિત ખબર -અંતર પૂછાય છે. એટલે જ એક કવિએ સુંદર લખ્યું છે કે, "જીંદગી છે અઘરી પણ, છેવટે ટેવાઈ જવાય છે...
શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાય જાય છે."
ખરેખર, રવિવાર ને લીધે શનિવાર નું મહત્વ વધી જાય છે. કોલેજ ના યુવકો અને યુવતીઓ શનિવારે રાત્રિ ના મોડે સુધી ઉજાગરા કરીને પાર્ટીઓમાં ડિસ્કો અને જલસા કરીને, બીજાં દિવસે રવિવારે સવારે મોડે સુધી સૂતાં રહીને.....રવિવાર ની મજા માણતા હોય છે. મોટા ભાગે દરેક શહેર અને ગામમાં રવિવારે વેપારી લોકો પણ વેપાર ધંધા અને દુકાનો બંધ રાખતાં હોવાથી, તેઓ પણ રવિવારે સવારે પથારી નો આનંદ માણે છે. લોકો શનિવારના રાત્રિના અગાઉના બાકી કામ કાઢીને પુરાં કરતાં હોય છે, કારણ કે, બીજાં દિવસે સવારે રવિવાર નું પીઠબળ હોય છે.જે વિદ્યાર્થીઓને સવારની શાળા હોય, તેને તો રવિવાર....ઘી -ગોળના ગાડા જેવો લાગે છે. કારણકે, ત્યારે મોડે સુધી સુવાય છે. આટલું ઓછું પડતું હોય તેમ એક ફિલ્મ નું તો ગીત પણ બની ગયું -"હપ્તે મે ચાર શનિવાર હોને ચાહિએ........." આમ, રંગીલો રવિવાર સૌને પ્રિય છે.
વિદેશ માં તો ટુરીસ્ટ કંપનીઓ વીકેન્ડ પર જુદી -જુદી સ્કીમ જાહેર કરીને ટૂર નું આયોજન કરે છે. અને લોકો ને રમણીય સ્થાનો પર ફેરવીને ઉત્સાહ થી ભરી દે છે.
વિવિધ ટીવી ચેનલો તો ખાસ રવિવાર ને અનુલક્ષી ને ફિલ્મો અને કાર્યક્રમો બતાવે છે. કાર્યક્રમ લોકપ્રિય બને એટલા માટે તેનુ પ્રસારણ ખાસ રવિવારે જ કરવામા આવે છે.આવતાં રવિવારે શું -શું બતાવવાનું છે તેની જાહેરાત આખું અઠવાડિયું કરવામાં આવે છે. રામાયણ અને મહાભારત જેવી સૂપર હિટ સીરીયલો રવિવારે જ પ્રસારિત કરવામા આવતી.
તહેવારો, વેકેશન અને પ્રસંગો અમુક સમયે જ આવે છે. જ્યારે રવિવાર તો દર અઠવાડિએ આવે છે. એવા સુંદર રવિવાર ની આપ સૌને સુંદર શુભકામનાઓ સાથે "શુભ રવિવાર".....!
Saturday, February 27, 2016
Subscribe to:
Posts (Atom)