Monday, March 7, 2016

રવિવાર

રવિવાર નમસ્કાર, આજે આપણે સપ્તાહ ના રવિવાર વિશે વાત કરીશું. રવિવાર એટલે આરામ નો દિવસ, આ દિવસ સંસાર ચક્ર માંથી મુક્તિ નો દિવસ. રવિવારે આખા અઠવાડિયા ની યાંત્રિક્તા માંથી નિરાંત નો શ્વાસ લેવાનો હોય છે. અઠવાડિયા ના બીજા દિવસો કરતા રવિવાર નું મહત્વ વધારે છે. કેટલાય લોકો રવિવાર ની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. રવિવાર માટે અગાઉ થી આયોજન થઈ જતાં હોય છે. ઘણીવાર લગ્ન પ્રસંગ નુ આયોજન પણ શનિ -રવિ મા થતું હોય છે. અરે ! ક્યારેક તો બે થી ત્રણ રવિવાર બૂક થઈ જતા હોય છે. નોકરિયાત પતિ -પત્નિ માટે તો રવિવાર એટલે કે જાણે ઈશ્વર નો વાર. કારણ કે, રવિવારે પોતના કુટુંબ સાથે હળવાં -મળવાનો સમય મળે છે. બાળકોની વ્યવસ્થિત ખબર -અંતર પૂછાય છે. એટલે જ એક કવિએ સુંદર લખ્યું છે કે, "જીંદગી છે અઘરી પણ, છેવટે ટેવાઈ જવાય છે... શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાય જાય છે." ખરેખર, રવિવાર ને લીધે શનિવાર નું મહત્વ વધી જાય છે. કોલેજ ના યુવકો અને યુવતીઓ શનિવારે રાત્રિ ના મોડે સુધી ઉજાગરા કરીને પાર્ટીઓમાં ડિસ્કો અને જલસા કરીને, બીજાં દિવસે રવિવારે સવારે મોડે સુધી સૂતાં રહીને.....રવિવાર ની મજા માણતા હોય છે. મોટા ભાગે દરેક શહેર અને ગામમાં રવિવારે વેપારી લોકો પણ વેપાર ધંધા અને દુકાનો બંધ રાખતાં હોવાથી, તેઓ પણ રવિવારે સવારે પથારી નો આનંદ માણે છે. લોકો શનિવારના રાત્રિના અગાઉના બાકી કામ કાઢીને પુરાં કરતાં હોય છે, કારણ કે, બીજાં દિવસે સવારે રવિવાર નું પીઠબળ હોય છે.જે વિદ્યાર્થીઓને સવારની શાળા હોય, તેને તો રવિવાર....ઘી -ગોળના ગાડા જેવો લાગે છે. કારણકે, ત્યારે મોડે સુધી સુવાય છે. આટલું ઓછું પડતું હોય તેમ એક ફિલ્મ નું તો ગીત પણ બની ગયું -"હપ્તે મે ચાર શનિવાર હોને ચાહિએ........." આમ, રંગીલો રવિવાર સૌને પ્રિય છે. વિદેશ માં તો ટુરીસ્ટ કંપનીઓ વીકેન્ડ પર જુદી -જુદી સ્કીમ જાહેર કરીને ટૂર નું આયોજન કરે છે. અને લોકો ને રમણીય સ્થાનો પર ફેરવીને ઉત્સાહ થી ભરી દે છે. વિવિધ ટીવી ચેનલો તો ખાસ રવિવાર ને અનુલક્ષી ને ફિલ્મો અને કાર્યક્રમો બતાવે છે. કાર્યક્રમ લોકપ્રિય બને એટલા માટે તેનુ પ્રસારણ ખાસ રવિવારે જ કરવામા આવે છે.આવતાં રવિવારે શું -શું બતાવવાનું છે તેની જાહેરાત આખું અઠવાડિયું કરવામાં આવે છે. રામાયણ અને મહાભારત જેવી સૂપર હિટ સીરીયલો રવિવારે જ પ્રસારિત કરવામા આવતી. તહેવારો, વેકેશન અને પ્રસંગો અમુક સમયે જ આવે છે. જ્યારે રવિવાર તો દર અઠવાડિએ આવે છે. એવા સુંદર રવિવાર ની આપ સૌને સુંદર શુભકામનાઓ સાથે "શુભ રવિવાર".....!

No comments:

Post a Comment