Sunday, April 24, 2011

RAM RAKHE TENE KON CHKHE

ઘણી વાર આપણને થાય કે આ ભગવાન પણ કમાલ કરે છે. 
     બે ત્રણ દિવસ પહેલા અમારે ગામડે જવાનું થયું. ગરમી  ના  દિવસો   હતા. સબંધી  ની વાડી એ જવાનું નક્કી કર્યું. બધા ત્યાં પહોચ્યા. ભજીયા નો પ્રોગ્રામ  હતો. જમીને બધા વાડી ની કુંડી માં નાહ્યા. ગરમી નાં દિવસો માં નાહવા થી ઠંડક મળી. 
    પરંતુ મેં જોયું કે ઉનાળા ના આ દિવસો માં કેટલાયે મજુરો અને તેની પત્ની તથા બાળકો ઘઉં નાં ઓપ્નેર માં
ઘઉં કાઢવા નું  કામ કરી રહ્યા હતા. ધોમ ધખતા આ તાપ માં તેના બાળકો પણ મદદ કરાવતા હતા. બીજા બાળકો તેના ભાઈ બહેન ને રમાડતા હતા.કોઈ એ સાચું જ કહું છે કે રામ રાખે તેને કોણ ચાખે ? મેં જોયું કે આ બાળકો એ પગ માં ચપ્પલ પણ પહેર્યા ના હતા અને ખુલ્લા પગે રમતા હતા...............!
        જયારે આપના બાળકો તો જરાક આમથ તડકા માં નીકળે કે તરત જ  ગરમી લાગી જાય છે અને તાવ આવે અથવા ઝાડા ઉલટી થાઈ જાય છે.તરત જ દવાખાને દોડવું પડે છે.................!
        મજુર લોકો ને તો વાડી માંજ રહેવાનું હોય છે. જમીન પથારી અને આકાશ ઓઢવાનું. જીવ-જંતુ , સાપ કે જંગલ ના પ્રાણી ઓથી પણ સલામતી નહિ. .............!
        જયારે આપને તો ઘરે પણ તાળા મારી ને સુએ  છીએ..............!     





HOLI

આમતો અમારી  આંબરડી પ્રા. શાળા માં  હોલી નો તેહવાર ઘણા  સમય  થી ઉજવાય છે. પરંતુ આ વખત નો
હોલી નો તહેવાર બધા ને માટે યાદગાર બની રહેશે. કારણકે ધોરણ ૫ ની એક છોકરી ની કાનની સોના  ની
બુટ્ટી હોલી  રમતા રમતા મેદાન માં ક્યાંક પડી ગયી...................!  કરવું શું?  બધા મુંજાયા ............તુરંત હારબંધ મેદાન માં બધા ગોઠવાઈ ગયા. નીચે બેસી ને બધા બુટ્ટી શોધવા લાગ્યા. અને થોડી જ વાર માં બુટ્ટી મળી ગયી.....! બધા ના AANAND નો પાર ના રહ્યો...........!  કેવી યાદગાર હોલી...................! 

 



Friday, April 22, 2011

AAYOJAN

આજના  ગુડ ફ્રાઇડે ના શુભ દિવસે ફરીથી લખવાનું શરુ કરીને મારી જાતની આળસ ઉડાડી છે. આજે થોડું આયોજન વિષે લખવાનું મન થયું છે.
            હું જયારે ઓઈલ પેઈન્ટ પર બોર્ડ બનાવતો ત્યારની વાત છે. કેવી રીતે સુંદર આકર્ષક સાઇન બોર્ડ બનાવવા તેનું હું હમેશા મનોમંથન કરતો. તેના માટે બીજા સાઇન બોર્ડ જોવા પડે. કઇંક અલગ કરવા તેમાં કંઈક થોડું ઉમેરવું પડે. રાત્રીના સુતા સુતા કંઈક વિચારવું પડે. શા માટે?. કારણકે બીજા ચિતારા સામે ટકી રહેવા માટે આ બધું કરવું પડે.
          આ માટે આયોજન ખુબ જ જરૂરી છે. સફળતા મેળવવા આયોજન  અનિવાર્ય  છે. સાઇન બોર્ડ ની શરૂઆત ક્યાંથી કરવી? બેક્ગ્રૌંડા માં કલર કયો મારવો. અક્ષર ના વળાંક કેવા બનાવવા? કેવો લોગો બનાવવો? આવી બે-ત્રણ આકૃતિ મનમાં બનાવી તેમાંથી એક પસંદ કરવી પડે. અને ત્યાર બાદ શરૂઆત થાય સાઇન બોર્ડ બનાવવાની. બોર્ડ બનાવતા કમસે કમ બે-ત્રણ દિવસ તો થાય જ  કારણ કે સારું કામ કરવું હોય. ચાર-પાંચ
દિવસ પછી તેનું મહેનતાણું ૩૦૦ થી ૪૦૦ રૂપિયા મળે.
                     એક બોર્ડ પાછળ કેટલી મહેનત, કેવું આયોજન. પરંતુ આપણે જે રોજ કામ કરવાનું છે. તેનું કશું જ આયોજન નહિ. રોજ મશીન ની જેમ જવાનું.આવવાનું અને કામ કરવાનું. પરિણામે પરિણામ કશું જ મળતું નથી.બહારગામ જતી વખતે  આયોજન ના અભાવે બસ પણ ચુકી જવાય છે.ખુબ જ હેરાન થવું પડે છે.બીજા કામ પણ સમય મળવા છતાં આયોજન ના અભાવે થઇ શકતા નથી.
                  કોઈ પણ કાર્ય આયોજન થી કરવાથી તેમાં આપણે ચોક્કસ સફળ થઈશું જ..................!