Sunday, April 24, 2011

RAM RAKHE TENE KON CHKHE

ઘણી વાર આપણને થાય કે આ ભગવાન પણ કમાલ કરે છે. 
     બે ત્રણ દિવસ પહેલા અમારે ગામડે જવાનું થયું. ગરમી  ના  દિવસો   હતા. સબંધી  ની વાડી એ જવાનું નક્કી કર્યું. બધા ત્યાં પહોચ્યા. ભજીયા નો પ્રોગ્રામ  હતો. જમીને બધા વાડી ની કુંડી માં નાહ્યા. ગરમી નાં દિવસો માં નાહવા થી ઠંડક મળી. 
    પરંતુ મેં જોયું કે ઉનાળા ના આ દિવસો માં કેટલાયે મજુરો અને તેની પત્ની તથા બાળકો ઘઉં નાં ઓપ્નેર માં
ઘઉં કાઢવા નું  કામ કરી રહ્યા હતા. ધોમ ધખતા આ તાપ માં તેના બાળકો પણ મદદ કરાવતા હતા. બીજા બાળકો તેના ભાઈ બહેન ને રમાડતા હતા.કોઈ એ સાચું જ કહું છે કે રામ રાખે તેને કોણ ચાખે ? મેં જોયું કે આ બાળકો એ પગ માં ચપ્પલ પણ પહેર્યા ના હતા અને ખુલ્લા પગે રમતા હતા...............!
        જયારે આપના બાળકો તો જરાક આમથ તડકા માં નીકળે કે તરત જ  ગરમી લાગી જાય છે અને તાવ આવે અથવા ઝાડા ઉલટી થાઈ જાય છે.તરત જ દવાખાને દોડવું પડે છે.................!
        મજુર લોકો ને તો વાડી માંજ રહેવાનું હોય છે. જમીન પથારી અને આકાશ ઓઢવાનું. જીવ-જંતુ , સાપ કે જંગલ ના પ્રાણી ઓથી પણ સલામતી નહિ. .............!
        જયારે આપને તો ઘરે પણ તાળા મારી ને સુએ  છીએ..............!     





No comments:

Post a Comment