Friday, April 22, 2011

AAYOJAN

આજના  ગુડ ફ્રાઇડે ના શુભ દિવસે ફરીથી લખવાનું શરુ કરીને મારી જાતની આળસ ઉડાડી છે. આજે થોડું આયોજન વિષે લખવાનું મન થયું છે.
            હું જયારે ઓઈલ પેઈન્ટ પર બોર્ડ બનાવતો ત્યારની વાત છે. કેવી રીતે સુંદર આકર્ષક સાઇન બોર્ડ બનાવવા તેનું હું હમેશા મનોમંથન કરતો. તેના માટે બીજા સાઇન બોર્ડ જોવા પડે. કઇંક અલગ કરવા તેમાં કંઈક થોડું ઉમેરવું પડે. રાત્રીના સુતા સુતા કંઈક વિચારવું પડે. શા માટે?. કારણકે બીજા ચિતારા સામે ટકી રહેવા માટે આ બધું કરવું પડે.
          આ માટે આયોજન ખુબ જ જરૂરી છે. સફળતા મેળવવા આયોજન  અનિવાર્ય  છે. સાઇન બોર્ડ ની શરૂઆત ક્યાંથી કરવી? બેક્ગ્રૌંડા માં કલર કયો મારવો. અક્ષર ના વળાંક કેવા બનાવવા? કેવો લોગો બનાવવો? આવી બે-ત્રણ આકૃતિ મનમાં બનાવી તેમાંથી એક પસંદ કરવી પડે. અને ત્યાર બાદ શરૂઆત થાય સાઇન બોર્ડ બનાવવાની. બોર્ડ બનાવતા કમસે કમ બે-ત્રણ દિવસ તો થાય જ  કારણ કે સારું કામ કરવું હોય. ચાર-પાંચ
દિવસ પછી તેનું મહેનતાણું ૩૦૦ થી ૪૦૦ રૂપિયા મળે.
                     એક બોર્ડ પાછળ કેટલી મહેનત, કેવું આયોજન. પરંતુ આપણે જે રોજ કામ કરવાનું છે. તેનું કશું જ આયોજન નહિ. રોજ મશીન ની જેમ જવાનું.આવવાનું અને કામ કરવાનું. પરિણામે પરિણામ કશું જ મળતું નથી.બહારગામ જતી વખતે  આયોજન ના અભાવે બસ પણ ચુકી જવાય છે.ખુબ જ હેરાન થવું પડે છે.બીજા કામ પણ સમય મળવા છતાં આયોજન ના અભાવે થઇ શકતા નથી.
                  કોઈ પણ કાર્ય આયોજન થી કરવાથી તેમાં આપણે ચોક્કસ સફળ થઈશું જ..................! 



No comments:

Post a Comment